હ૨ ઘર તિરંગા અભિયાનમાં અંતર્ગત ભારત અને ગુજરાત સાથે જામનગર પણ ઉત્સાહ સાથે જોડાયું હર ઘર તિરંગા અભિયાન 15 ઑગસ્ટ સુધી જ હતું.
હવે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજની ગરિમા ઝળવાઈ રહે તેનું પણ દરેક નાગરિકે ધ્યાન રાખવું જોઈએ. જો કે આ માટે જામનગર મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ આગળ આવી છે અને જે લોકો રાષ્ટ્રધ્વજ જમાં કરાવવા ઈચ્છે તેઓ જમાં કરાવી શકે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે મકાન, દુકાન, ઓફિસ, કારખાના વિ. કોઈ પણ મિલક્ત પર ફરકાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થિત આયોજન કરી રાષ્ટ્રધ્વજને સ્વૈચ્છાએ જમા કરાવવા માંગતા હોય તો જામનગર મહાનગરપાલીકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આથી જેઓ રાષ્ટ્રધ્વજ જમા કરાવવા ઈચ્છતા હોયતો મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર્સ, તમામ આરોગ્ય કેન્દ્ર પર કામકાજના સમય દરમિયાન તારીખ 17/08/2022થીતા.25/08/2022 સુધીમાં જમા કરાવી આપવા જામનગર મહાનગરપાલિકા કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી છે.