Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

મહારાષ્ટ્રના રાયગઢમાં મળી શંકાસ્પદ બોટ, આસપાસના વીસ્તારમાં હાઈએલર્ટ કરાયું જાહેર

બે શંકાસ્પદ બોટ લાવારસ મળી આવી છે. તેમાંથી એકમાંથી આ હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ બોટમાં કોણ આવ્યું અને ક્યાંથી આવ્યું તેની તપાસમાં લાગેલી છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચ્યો છે. બોટમાંથી એકે-47 રાઈફલ, કેટલીક રાઈફલ્સ અને મોટી સંખ્યામાં કારતુસ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ બોટ રાયગઢ જિલ્લામાં સ્થિત હરિહરેશ્વર બીચ પર મળી આવી છે. હરિહરેશ્વર બીચ મુંબઈથી 200 કિલોમીટર અને પુણેથી 170 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. શ્રીવર્ધન (રાયગઢ)ના ધારાસભ્ય, અદિતિ તટકરેએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ રાયગઢના શ્રીવર્ધનના હરિહરેશ્વર અને ભરડખોલ ખાતેથી હથિયારો સાથેની કેટલીક બોટ મળી આવી છે. તપાસ ચાલી રહી છે, મેં મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે તાત્કાલિક એટીએસ અથવા રાજ્ય એજન્સીની વિશેષ ટીમની નિમણૂક કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે, સરકાર આ બાબત પર ગંભીર નજર રાખી રહી છે. ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
રાયગઢ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બે શંકાસ્પદ બોટ લાવારસ મળી આવી છે. તેમાંથી એકમાંથી આ હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ બોટમાં કોણ આવ્યું અને ક્યાંથી આવ્યું તેની તપાસમાં લાગેલી છે. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયા કિનારે મળી આવી હતી. પોલીસ બોટ વિશે માહિતી મેળવવા માટે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે. મહારાષ્ટ્ર ATSની ટીમ રાયગઢ જવા રવાના થઈ છે. આ ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે.

કવિતા ગજરા જામનગર

Related posts

જામપાના કમિશનરના માર્ગદર્શન મુજબ સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી

સફાઈ કર્મચારીઓની પડતર માંગણીઓનો નિરાકરણ નહી આવતા આંદોલનત્મક કાર્યવાહીના ભાગ રૂપે ધરણાં પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ

Gujarat Darshan Samachar

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

Leave a Comment

टॉप न्यूज़