જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર, અશોકભાઇ સોલંકી તથા ધાનાભાઇ મોરીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં દિક્જામ સર્કલ પાસે, દેવપાર્ક સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા રાહુલભાઇ ફોગાભાઇ ગાગીયાના રહેણાંક ફ્લેટમાં ચાલતા જુગારના અખાડામાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા નીચે જણાવેલ સ્ત્રી પુરૂષોના કબ્જા માંથી રોકડ રૂ. ૫૯,૪૯૦/- તથા ગંજીપતા પાના નંગ-પર કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ. ૫૨,૫૦૦/- તથા બે મો.સા. કિ.રૂ. ૫૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૬૬,૯૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં પો. કોન્સ. રાકેશભાઇ ચૌહાણએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ
(૧) રાહુલભાઇ ફોગાભાઇ
(૨) બુધાભાઇ દેવરામભાઇ ભટ્ટ
(૩) હરીરામભાઇ બચુભાઇ જોષી
(૪) કમલેશભાઇ મણીલાલ
(૫) સંજયભાઇ ચુનીભાઇ
(૬) નિલેશભાઇ નથુભાઇ માળીયા
(૭) રીટાબા વા/ઓ મહાવીરસિંહ દીલુભા જાડેજા
(૮) શીલ્પાબેન વા/ઓ કલ્પેશભાઇ જોગીયા રહે.
(૯) દક્ષાબેન ડો/ઓ ત્રીભોવનભાઇ અધેડા
ઉમેશ માવાણી – જામનગર