Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

છેલ્લા ૧ વર્ષથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના રૂ. ૨ લાખની છેતરપીંડીના ગુનામા નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને રાજકોટ જિલ્લાના શાપર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.ગરચર તથા પોલીસ સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ દરમ્યાન જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફના ગોવીંદભાઇ ભરવાડ તથા સલીમભાઇ નોયડા તથા કાસમભાઇ બ્લોચ તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ નાઓને બાતમી મળેલ કે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ગુના નં.-૮૫૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૦૬-૪૨૦-૧૧૪ મુજબ ગુનાના કામે નાસતા ફરતા આરોપી મહેશ કાનજીભાઇ કોલડીયા રહેવાસી-કામરેજ સુરત વાળાએ ફરીયાદી શબીરહુસેન ડગરી રહે કાલવાડવાળાની ઇન્ડીયા સેનેટરી નમાની દુકાનમાથી લોખંડના સળીયાની ૪૫ ભારી કિ.રૂ.-બે લાખ સાતસો નહી ચુકવી વિશ્વાસઘાત છેતરપીંડી કરી આ ગુનામા નાસતો ફરતો હોય અને હાલ આ આરોપી રાજકોટ જિલ્લાના શાપરમા શાપર ચોકડી ગોંડલ રોડ પર સરદાર હાઇટસ સી વીંગ બ્લોક નંબર ૯૦૪ પાસે હાજર હોય અને નાસી જવાની પેરવી કરતા હોવાની હકીકત મળતા તે જગ્યાએથી આ આરોપી મહેશ ઉર્ફે મયલો ડાકુ કાનજીભાઇ કોલડીયા પટેલ ઉ.વ.-૪૪ ધંધો-વેપાર રહેવાસી-કામરેજ સુરત તથા શાપર ચોકડી સરદાર હાઇટ તા.જી. રાજકોટ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી થવા સારૂ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

 

ઉમેશ માવાણી – જામનગર

Related posts

વાંકાનેર લાડલા ગ્રુપ દ્વારા રાહત દરે એમ્બ્યુલન્સ સેવા મહારાણા કેસરીદેવજીસિંહજીના હસ્તે શરૂ કરવામાં આવી…

Gujarat Darshan Samachar

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Gujarat Darshan Samachar

દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય…

Leave a Comment

टॉप न्यूज़