જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યકમનો આજ તા.21 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર ના દિવસ સુધીમાં સુધારણા કાર્યક્રમ_ નો શુભારંભ કરવામાં આવ્યો છે…
આજરોજ જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જોડિયા તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી તેમજ સેક્ટર ઓફિસર શ્રી જી.પી.ગઢીયા સાહેબે 77 જામનગર ગ્રામ્યના ભાગ નંબર 22 થી 32 બુથની મુલાકાત લીધેલી. જેમાં સાહેબ શ્રીએ લીંબુડા,હડીયાણા,વાવડી બેરાજા,ખીરી,બાલાચડી,વાઘા, તથા બારાડી ના તમામ બી.એલ.ઓ. ને નવી મોબાઇલ એપ્લિકેશન તથા તેમાં થયેલા સુધારાઓની જરૂરી માહિતી આપી હતી.