જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના તથા એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે.ભોયે તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ગરચર સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર શહેર વિસ્તારમા એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ રવિભાઈ બુજઽ તથા શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઈ મકવાણા ને મળેલ ખાનગી બાતમી આધારે ગોલ્ડન સીટી સોસાયટી પાછળ જુના આવાસ બાજુ જવાના રસ્તે શિવ હોટલ પાસેથી અદનાન મુસ્તાકભાઈ શેખ ઉવ.ર૧ ધંધો મજુરી રહે સુખનાથ ચોક, પીસોરી ફળીયા, શેરી નંબર-૧, જુનાગઢ વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તર્મચા-૧ કિં.રૂ. ૫,૦૦૦/- ના સાથે પકડી પાડી સીટી “સી” ડીવી. પો.સ્ટે.માં આર્મ્સ એકટ મુજબનો ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરેલ છે.