જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી નું તેમજ હાપા શેલ્ટર હોમ ખાતે સ્થળ નિરીક્ષણ નવનિયુક્ત નાયબ કમિશનર શ્રી B.N. જાની સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું ખંડન ન થાય તેમજ ધાર્મિક આસ્થા ને હાનિ ન પહોંચે તે માટે પ્રતિવર્ષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે , આ વર્ષે પણ રાજકોટ હાઈવે ટીપી સ્કીમ પ્લોટ નંબર 47 અને ટીપી સ્કીમ પ્લોટ નંબર 67/1 રાધિકા સ્કૂલ થી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી હાલ તૈયારી હેઠળ હોય આ બંને જગ્યાએ નાયબ કમિશનર શ્રી બી.એન.જાની સાહેબ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી યોગ્ય રીતે થાય આગામી વિધ્નહર્તાના વિસર્જન નિમિત્તે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સલાહ પ્રોજેક્ટ & પ્લાનીંગ વિભાગ ના ઇજનેર રાજીવ જાની અને તેમની ટીમને આપવામાં આવી હતી .
ઉપરાંત હાપા શેલ્ટર હોમ ખાતે પણ નાયબ કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ shelter હોમ ની મુલાકાત લઇ અહીં પ્રોપર પ્લાનિંગથી કામગીરી કરવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ની સૂચના ઇજનેર અશોક જોષી ને આપવામાં આવી હતી, તેમJMC મીડિયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચા ની એક યાદીમાં જણાવ્યું છે
. ઉમેશ માવાણી – જામનગર