જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નં.૪ નગરસીમ વિસ્તાર માં આવેલ હાથણી બંધ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો થી રોડ,લાઈટ,શૌચાલય અને પાણીની સુવિધા નથી.પાણીના ટાંકા આવેલ છે.પણ પાણીની સુવિધા નથી.આ બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી માટે તાત્કાલિક ધોરણે હાથણી ગામમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા યોગ્ય કરશો
જામનગર શહેર માં આવેલા આવાસોમાં ઘણી સુવિધા નથી,જેવી કે લીપ,ફાયર,અને પાણીની વગેરે સુવિધા નથી.માણસોને પાણી ડોલ વડે ભરવું પડે છે.અને લીફ્ટ બંધ હોવાથી ઘરડા માણસોને ખુબ જ તકલીફ પડે છે.માટે તાત્કાલિક ધોરણે ઉપર મુજબ ની સુવિધા પૂરી પાડવા યોગ્ય કરશો.
આઇ.સી.ડી.એસ. અધિકારી તેમજ ટેક્સ ઓફીસર આ બંને અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરેલ આ બાબતે અમો દ્વારા ઘણી વખત રજૂઆત કરેલ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી માટે તાત્કાલિક ધોરણે આ અધિકારીઓને સસ્પેન્ડ કરવા યોગ્ય કરશો.
શૌચાલયને લઈને મેં,જુન,અને જુલાઈમાં જે સર્વે કરેલ હતા ત્યાં હજી સુધી શૌચાલય બનાવામાં આવેલ નથી.અને વોર્ડ નં.૪ માં જ અંદાજે ઘણા ઘરોમાં શૌચાલય પાસ થઈ ગયેલ છે.પણ શૌચાલય બનાવામાં આવેલ નથી.માટે તાત્કાલિક ધોરણે જે શૌચાલય પાસ થઇ ગયેલ છે.ત્યાં શૌચાલય બનાવવા યોગ્ય કરશો.