ગુજરાતનું જામનગર છોટી કાશી તારીખે વિખ્યાત છે કારણ કે અહીંયા અસંખ્ય શિવાલય આવેલ છે સાથે જામનગરનાં ધર્મપ્રેમી લોકો શ્રવણ માસ શરૂ થતાની સાથે દેવાધી દેવ મહાદેવની રીઝવવા માટે બીલીપત્ર, જળાભિષેક, પુષ્પ વગેરે દ્વારા પૂજા અર્ચના કરતાં હોય છે અને શિવાલયોમાં મહાદેવ નાં શણગાર પણ કરવામાં આવે છે ત્યારે આજે આખરી દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા