Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર શહેર માંથી ગાંજાના ૪૧ કીલોના જંગી જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલ સાઠેબ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી કે, જે.ભોયે તથા પો.સ.ઈ.શ્રી એ.એસ.ગરચર નાઓના નેત્રુત્વ વાળી ટીમના પો. હેડ કોન્સ. દીનેશભાઈ સાગઠીયા તથા એ.એસ.આઇ. ચંન્દ્રસિંહ જાડેજા પો.કોન્સ. સોથબભાઈને મળેલ ખાનગી બાતમી આધારે મોરકંડા રોડ, સનસીટી-૨, શેરી નં.-૪ જામનગરમાં રહેતો મંહમદહુસેન આમદભાઈ સમા વાળો ગેર કાયદેસર કૈફી માદક પદાર્થ ગાંજો પોતાના રહેણાંક મકાને રાખી વેચાણ કરે છે. જેથી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમ મંહમદહુસેન આમદભાઈ સમાના રહેણાંક મકાન માંથી ગે.કા. માદક પદાર્થ ગાંજો કુલ ૪૧ કીલો ૩૦૦ ગ્રામ કી.રૂ. ૪,૧૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી..૪,૧૮,૦૦૦/- સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ ગાંજો મહારાષ્ટ્ર, નાશીક ખાતેથી લાવેલનું જણાવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ સીટી એ ડીવી. પો.સ્ટે, એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરશ્રી કે.જે.ભોયે તથા પો.સ.ઈ.શ્રી એ.એસ.ગરચર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

 

ઉમેશ માવાણી – જામનગર

Related posts

જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર- નાયબ કમિશનર દ્વારા બ્રિજની કામગીરીની સાઇટ વિઝીટ કરાઈ

Gujarat Darshan Samachar

માજી સૈનિક ના પ્રમુખો ને ગ્રહ મંત્રી શ્રી હર્સ સંઘવી સાહેબ રૂબરૂમાં બોલાવીને અમારાં જે માજી સૈનીકો ના પ્રશ્નો અને મુદાઓ વિશે ચર્ચાઓ,નિરાકરણ કરીશું એવું આશ્વશન આપેલ

Gujarat Darshan Samachar

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़