*જામનગર સિટી-એ ડિવિઝન સ્ટેશનમાં ફરજ બજાવતાં નિષ્ઠાવાન અને પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ.જે.જલું નું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન….*
જામનગર સિટી-એ ડિવિઝન સ્ટેશનમાં ફરજ બજાવતાં નિષ્ઠાવાન અને પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ.જે.જલું ની ACB શાખામાં બદલી થતા જામનગર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પીઆઇ જલું સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમજ જલું સાહેબનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ કરીને સન્માન કરવામાં આવ્યું. તેમજ પીઆઇ જલું સાહેબ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી મુસ્લીમ અગ્રણીઓ દ્વારા પીઆઇ જલું સાહેબને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ તકે જામનગર શહેરના પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૨ ના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી, સૈયદ સમાજના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, સામાજિક કાર્યકર તેમજ સંધી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી રિઝવાનભાઈ જુણેજા, મુસ્લિમ પટણી સમાજ ના પ્રમુખ હાજી જુસબભાઈ પટણી (જે.કે), જામનગર યુવા કોંગ્રેસના પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, પત્રકાર સૈયદ જૈનુંલબાપુ, ગુજરાતી બારીગર જમાતના અગ્રણી રફીકભાઈ જનાબ, મેમણ સમાજના અગ્રણી યુસુફભાઈ મેમણ (સાગર), સલીમભાઈ પટણી (વોર્ડવાળા), યુસુફભાઈ પટણી, કસાઈ સમાજ ના પ્રમુખ ભૂરાભાઈ કસાઈ, સાજીદભાઈ કસાઈ, મુસ્લિમ ખત્રી સમાજના અગ્રણી હાજી ખાલીદભાઈ અરોરા, સૈયદ મોહમ્મદ સિદીકબાપુ, હાજી સોયબભાઈ ફૂલવાળા અને અલ્તાફભાઈ મેમણ (ચાવલ) સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જિગર રાવલ – જામનગર