Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર શહેરના મધરાતે દીપક ટોકીઝ પાસે ખવાસ યુવાનો પર આરબફળીના શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

જામનગરમાં મધરાતે દીપક ટોકીઝ નજીક સામન્ય બોલાચાલીમાં વાતાવરણ બગડે ધનબાઈ ડેલા નજીક ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ નામના ખવાસ યુવાનો પર આરબફળીના શખ્સો જીવલેણ હુમલો

ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ તેના પત્ની દિપાબેન ભાવેશ રાઠોડ અને સાળો અર્જુનભાઇ ચૌહાણ અંબર ચોકડી પાસેથી ઠંડુપીને પોતાના ઘરે પરત આવતા હોય ત્યારે રાત્રિના સમયે દીપક ટોકીઝ પાસે ભાવેશનો મીત્ર રવી પરમાર સાથે સામન્ય બોલાચાલી કરતો હતો બાદમાં સામેપક્ષે ઉશ્કેરાય જતાં ભાવેશ રાઠોડ છોડાવવા માટે વચ્ચે પડતા ઝગડો શાંત પાડવાના પ્રયાસ કરેલ પરંતુ તેમની સાથે ઉધતાઈ ભર્યું વર્તન કર્યું અને ઉશ્કેરાય ને શાહનવાઝ નામના શખ્સે પોતાની પાસે રાખેલ છરી કાઢી ભાવેશને ગાળાના ભાગમાં છરીના ઘા મારી દેતા ભાગદોડ મચી જવા પામી હતી ત્યાર બાદ સામાપક્ષે એકસંપ થઇ ઢીકા પાટુનો મુઢ માર મારી કહેવા લાગેલ કે તારે શુ છે ? તુ અહિથી જતો રહે નકર સારાવાટ નહિ રહે તેમ કહી મનફાવે તેવી ગાળો દઈ નાશી ગયા હતા.

જીવલેણ હુમલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા સઘળી હકીક્ત મેળવી હતી સીટી- એ, Pl મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ આરોપી વિરૂદ્ધ IPC કલમ ૩૨૩ , ૩૨૪,૫૦૪ , ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી અને ભાવેશ રાઠોડના સગા-સ્નેહીઓ દોડી આવ્યા હતા તાત્કાલિક સારવાર માટે જી જી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા

 

યોગેશ ઝાલા – જામનગર

Related posts

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સંગઠન મંત્રી રીટાબા ગઢવી, અને દિવ્યાબેન પટેલ, તરફથી, પ્રસાદ અને મહા આરતીનું આયોજન

Gujarat Darshan Samachar

તંત્રની ઘોર બેદરકારીના અનેક રજુઆત છતાય આંખ આડા કાન, જર્જરિત મકાન જમીન દોષ થતાં સદ નસીબે જાનહાનિ ટળી

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़