જામનગર ખાતે આવેલ જી જી હોસ્પીટલ માં સુવિધાના નામે અવર જવરના સમચાર આવતા હોય છે ક્યાંક ઢોર અને કૂતરા ઘૂસ્યા હોય તો ક્યાં લીફ્ટો ચાલતીના હોય તો વળી ક્યાંક સફાઈ નો અભવો હોય ઉપરાંત X-ray મશીન હોય કે સોનોગ્રાફી મશીન ત્યાં હંમેશ માટે લાંબી લાઈનો હોઈ જ લોકોનું કોઈ સાંભળતા નથી અને પીળા સહન કરે છે
ત્યારે આજે નવી કરોડોના ખર્ચે બનેલ સાત માળની હોસ્પિટલમાં દર્દીઓને તેમજ સગા સંબંધીને પીવા માટે પાણી નું કૂલર મુકેલ છે
લખ્યું છે “કૂલર માં શોર્ટ સર્કિટ થાય છે પાણી ભરવું નહિ” લાખોની ગ્રાન્ટ આવતી હોય તો શું એક પાણી નું કૂલર રીપેરીંગ ના થઈ સકે છેલ્લા ઘણા સમયથી બોર્ડ ચોંટાડી દીધેલ છે ભૂલેચૂકે કોઈ વ્યક્તિ અજાણતા પાણી ભરવા જાય અને શોર્ટ લાગે તો જવાબદાર કોન બોર્ડ લગાવી જવાબદારી માંથી છટકી ન સકાય..! કા રીપેરીંગ કરવું જોઈએ લોકોની સુવિધા માટે અથવા દૂર એવી જગ્યાએ મૂકવું જોઈએ જેથી લોકો ભૂલેચૂકે પણ અડે નહીં
યોગેશ ઝાલા – જામનગર