કોંગ્રેસ ડૂબતી નૈયા બની હોય તેવું લાગે છે રાષ્ટ્ર કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી અનેક રાજીનામાં પડ્યા છે ઘણા ધારાસભ્ય અને નેતાઓ તેમજ કાર્યકર્તા પક્ષ છોડી જતા રહ્યા છે છતાંય પેટમાં પાણી પણ નથી હાલતું..!! આવનાર દિવસોમાં ચુંટણી કેમ લડશે એ મોટો સવાલ છે. નારાજગી માટે ડેમેજ કંટ્રોલ નહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં સત્તા કેમ આવશે?
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સંગઠ્ઠન મહામંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે ક્ષત્રિય સમાજ ના બહોળું મિત્રવર્તુળ ધરાવે છે
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ માં ઘણા સમયથી અલગ અલગ હોદ્દા ઉપરથી મેં વફાદારી પૂર્વક ફરજ બજાવી છે. અને હું જામનગર જિલ્લા કોંગ્રેસ નાં સંગઠન મહામંત્રી તરીકે કામ કરુ છું. અગાઉ જામનગર તાલુકા યુથ કોંગ્રેસ મહામંત્રી બે ટર્મ. તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ નાં મહામંત્રી બે ટર્મ તરીકે ફરજ બજાવી અને અલગ અલગ હોદ્દા ઉપરથી તન મન અને ધનથી ફરજ બજાવી છે. પરંતુ હાલમાં મારા અંગત કારણોસર નાં કારણે હું મારા કોંગ્રેસ પક્ષનાં તમામ હોદ્દા ઉપરથી અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપું છું.
યોગેશ ઝાલા – જામનગર