Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા ના વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નંબર 6માં વિકાસ કાર્યો હાથ ધરાયા

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નંબર 6 માં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીની નવી પાઇપલાઇન ફીટીંગ નું કામ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનું વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 યોગેશ્વર ધામ સોસાયટીમાં શેરી નંબર 1 થી 16 સુધી પાણી વિતરણ પાઇપલાઇનની કામગીરી કાર્યરત છે આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય અને પાઇપલાઇનનું પ્રોપર લેવલ તથા પૂરતી ઊંડાઈ જળવાઈ રહે તે માટે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી પી.સી. બોખાણી દ્વારા આ કામગીરીની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી આ વિઝિટ દરમિયાન ડેપ્યુટી ઇજનેર શ્રી નરેશભાઈ પટેલને પાઇપલાઇન ના ફીટીંગ અંગેની જરૂરી સુચના આપવામાં આવી હતી.

ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

જામનગર છોટી કાશી શ્રવણ માસના આખરી દિવસે ધર્મપ્રેમી લોકોની જામી ભીડ અને શિવનાદ ગુંજી ઉઠ્યો

ગુજરાત રાજ્યમાંથી સી સ્કાઉટ ટ્રેનીંગ માટે એક માત્ર શ્રીમમતાબેનની પસંદગી થયેલ જેના અનુસંધાને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સન્માન કરવામાં આવેલ.

Gujarat Darshan Samachar

આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા રણુજા, કાલાવડના મેળામાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ તથા સાહિત્ય વિતરણ કરાયું

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़