જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે હાલની ઋતુમાં મચ્છરોનાં ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે. જેને અનુલક્ષીને ઋતુજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાના કેસોમાં વધારો થવાની પુરતી શક્યતા રહેલી હોય છે. આ રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે માન.કમિશનર સાહેબશ્રીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા હસ્તક આવેલા મેલેરિયા વિભાગ તથા ૧ર આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા શહેરમાં અઠવાડિક ધોરણે ૪૦૦૦૦ જેટલા ઘરોની મુલાકાત લઇ મચ્છર ઉત્પતિની અટકાયત અંગેના નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ તાવનાં કેસ શોધી યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
શહેરમાં નોંધાતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફીવર સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. આ કેસોથી બચવા માટે શહેરના નાગરિકોને નીચે જણાવ્યા મુજબ પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
ઉમેશ માવાણી – જામનગર