માન. વડાપ્રધાનશ્રી દ્વારા તા:-૦૮/૦૩/૨૦૧૮ ના રોજ પોષણ અભિયાન નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયેલ છે ,પોષણ અભિયાન ને જન આંદોલન નું સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણ ને લગતા સંદેશાઓ ના પ્રચાર પ્રસાર અર્થે જામનગર મહાનગર પાલિકા અંતર્ગત કાર્યરત આઈ.સી.ડી.એસ શાખા દ્વારા માન કમિશ્નર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તા:-૦૧/૦૯/૨૦૨૨ ના રોજ પોષણ માસ સપ્ટેમ્બર -૨૦૨૨ ના કાર્યક્રમ ને ખુબ જ સારી રીતે પાર પાડવા અને લોકો સુધી પોષણ ના સંદેશાઓ પહોચાડવા અને મહત્વ સમજાવવા જેથી પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવી શકાય તે હેતુ થી અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી આ ઉજવણી સફળતા પૂર્વક આયોજનબદ્ધ થઇ શકે તે માટે એક સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ ,કૃષિ વિભાગ ,આયુર્વેદ વિભાગ ,યુ.સી.ડી વિભાગ ,એન.જી.ઓ ,રમત-ગમત વિભાગ ,શ્રમ અને રોજગાર વિભાગ ,શિક્ષણ વિભાગ ને સંકલનમાં રાખી આ પોષણ માસ ને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.