જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ સંયુક્ત શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુક્ત ૪–ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ ૨૮ ઢોરોને પકડવામાં આવેલ છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૪૫૮ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ ૭૪૫ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.
આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી.આર.પી.સી. ક્લમ-૧૩૩ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે,
વધુમાં જામનગર મહાનગ૨પાલિકા ધ્વારા આવા કુલ-૩ આસામીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવા કરવામાં આવેલ છે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ કરવામાં
ઉમેશ માવાણી – જામનગર