જામનગર તા.૨ સપ્ટેમ્બર, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા યુવા વિકાસ અધિકારી,જામનગર સંચાલિત કલા મહાકુંભ-૨૦૨૨-૨૩ની જામનગર શહેરની ઝોનકક્ષાની ૧ થી ૬ ઝોનની તા.૦૭/૦૯/૨૦૨૨નાં રોજ યોજાશે જેમાં ગરબા, સમૂહગીત, શાસ્ત્રીય ભરત નાટ્યમ, સુગમસંગીત, લોકગીત-ભજનની સ્પર્ધા ટાઉનહોલ ખાતે તેમજ ચિત્રકલા , વકૃત્વ, નિબંધ સ્પર્ધા વિભાજી હાઈસ્કૂલ જામનગર ખાતે યોજવામાં આવશે. તેમજ તા.૦૮/૦૯/૨૦૨૨નાં રોજ તબલા, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય , લગ્નગીત, રાસ, લોકનૃત્ય સ્પર્ધા ટાઉનહોલ ખાતે તમામ વયજૂથની સ્પર્ધા યોજાશે. જેમાં ફોર્મ ભરેલ કલાકારોએ સ્પર્ધા સ્થળે સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીનાં ફોન નંબર-૦૨૮૮૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉમેશ માવાણી – જામનગર