શેઠ શ્રી કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં વ્યાયામ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમમતાબેન જોશી કે જેઓ જામનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ગાઈડ કમિશનર તરીકે પણ ફરજ બજાવે છે. ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા આયોજિત 2021-22 રાજ્ય પુરસ્કાર એવોર્ડ વિતરણ સમારોહ 29-8-2022 દરમિયાન રાજભવન ગાંધીનગરમાં યોજાયેલ.
જેમાં ગુજરાત રાજ્યમાંથી સી સ્કાઉટ ટ્રેનીંગ માટે એક માત્ર શ્રીમમતાબેનની પસંદગી થયેલ જેના અનુસંધાને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીજી, ઓરિસ્સા અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશશ્રી કલ્પેશભાઈ ઝવેરીજી, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી IAS એસ પી હૈદર, સ્ટેટ ચીફ કમિશનરશ્રી સવિતાબેન પટેલ , નેશનલ કમિશનર સ્કાઉટશ્રી મનીષકુમાર મહેતાજી , ડેપ્યુટી ઇન્ટર નેશનલ કમિશનર ગાઈડશ્રી અનારબેન પટેલની ઉપસ્થિતિમાં સ્ટેટ એવોર્ડ કાર્યક્રમ સંપન્ન થયો.
શેઠ શ્રી કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા શ્રીમમતાબેનના આ બહુમાન બદલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ , સમગ્ર સંસ્થા પરિવાર અને વિદ્યાર્થીનીઓ તેમના કાર્ય માટે ખુબ ખુબ ગૌરવની લાગણી અનુભવતા તેમના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે શુભેચ્છાઓ આપેલ