દેવભૂમિ દ્વારકા ખાતે આમ આદમી પાર્ટી ના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડુત સંવાદનું આયોજન કરવામાં આવે હતી જન સંવાદ માં હજારોની મેદની ઉમટી પડી હતી આગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને ખેડુત માટે ગેરંટી જાહેર કરવામાં આવી હતી
પાંચ ગેરંટી ખેડૂત માટે :
1. પાક પર સંપૂર્ણ MSP, શરૂઆતમાં 5 પાક
2. રોજના 12 કલાક ખેતી માટે વીજળી
3. હાલની જમીન માપણી રદ કરીને નવો સર્વે
4. ₹20,000/એકર વળતર
5. 1 વર્ષમાં નર્મદા ડેમના સમગ્ર કમાન્ડ એરિયામાં પાણી
જેમાં ગોપાલ ઇટાલિયા ઇસુદાન ગઢવી સહિતના પ્રદેશ કમિટી યુવા મોરચા અને મહિલા મોરચાના ગુજરાત ભરના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા .
. • ખેડૂત જન સંવાદ પૂરો કરી અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશ મંદિર ખાતે પૂજા અર્ચના કરી શીશ નમાવ્યું હતું
• જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠ્ઠન મહામંત્રીએ પ્રદીપસિંહ વાળાએ રાજીનામું આપ્યુ હતું તેવો એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના હાથે ખેસ પહેર્યો હતો સાથે આપમા પ્રવેશ કરેલ
.• આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર માટે અવ્યવસ્થા ના કારણે પત્રકારોમાં ભારે નારાજગી અન્ય પક્ષની જેમ કોઈ વ્યવસ્થા કે અલગ બેઠક જેવું કંઈ હતું નહિ કાર્યકર્તા અને નેતા વચ્ચે સંકલનનો અભાવ હતો પત્રકાર પણ ભૂખ્યા તરસ્યા રહ્યા.
• હજારોની મેદની ઉમટી પડી હતી પણ વ્યવસ્થાનો અભાવે હજારો લોકોને ભૂખ્યા તરસ્યા બેસી રહેવુ પડ્યું ખુદ અરવિંદ કેજરીવાલે સ્વીકાર્યું હતી, છાસમાં લુંટફાટ એક વૃદ્ધ મહિલાને માથાના ભાગે ઇજા..
જિગર રાવલ – જામનગર