જામનગર શહેરમા વિસ્તારમાં પ્રોહિ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના અજયસિહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા ને મળેલ હકિકત આધારે જામનગર ઠેબા ચોકડી પાસે આવેલ જે.સી.આર સીનેમા ના ગેઇટ પાસે જાહેરમા દુબઇ મા રમાતી ૨૦-૨૦ એસીયા કપ કિક્રેટ ટુનામેન્ટની મેચ મોબાઇલ ફોનમા લાઇવ નિહાળી મેચની હારજીત ઉપર પૈસાની હારજીત કરતા આરોપી સાગરભાઇ અશોકભાઇ ચાંદ્રા રહે.નારણપર ગામ સંતોષી માતાના ચોકમાં તા.જી જામનગર વાળાના કબ્જા માંથી રોકડ રૂ. ૨૫૫૦/ તથા મોબાઇલ ફોન એક કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૭૫૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા પો.કોન્સ ફીરોજભાઇ ખફી, નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ.કોન્સ યશપાલસિંહ જાડેજા એ તેમના સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સૌદાની કપાત લેનાર ભાવેશ ગંઢા રહે, લાવડીયા ગામ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.કે.જે ભોયે નાઓ તથા પો.સબ ઇન્સશ્રી, આર.બી.ગોજીયા તથા શ્રી સી.એમ.કાટેલીયા નાઓ તથા એલ.સી.બી સ્ટાફ ના સંજયસિંહ વાળા,માંડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, વનરાજભાઇ મકવાણા ઘાનાભાઇ મોરી,નિર્મળસિંહ એસ.જાડેજા,કિશોરભાઇ પરમાર,ધનશ્યામભાઇ ડેરવાડીયા, હીરેનભાઇ વરણવા, રાકેશભાઇ ચૌહાણ,ધર્મેન્દ્રસિંહ જે દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે
યોગેશ ઝાલા – જામનગર