વેરાવળ ગુજરાત માં અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ સાર્વજનિક ટ્રસ્ટ(A/708/પંચમહાલ) ની મિટિંગ મળી હતી. જેનું આયોજન જેઠાનંદ શર્મા, હરેશભાઇ શર્મા, વેરાવળ સિંધી બ્રાહ્મણ સમાજના પ્રમુખ ચેતનદાસ શર્મા તેમજ તમામ સભ્યો એ કર્યું. જેમાં ઓલ ઇન્ડિયા સિંધી બ્રાહ્મણ ની મેટ્રિમોની (લગ્ન માટે છોકરા/છોકરીઓ ની બાયોડેટા) ની પુસ્તકનું વિમોચન કરવા માં આવ્યું. સંસ્થા ના પ્રમુખ પરશુરામ જેઠાનંદ શર્મા તથા તમામ પધારેલા ગુજરાત ના અલગ-અલગ ગામો માંથી સિંધી બ્રાહ્મણો મોટી સંખ્યામાં આવ્યા સાથે સાથે ધર્મીક સામાજિક વિષયો પર ચર્ચા વિચારણા કરવા માં આવી. આ રજીસ્ટર્ડ પંચાયત ટ્રસ્ટ ગુજરાત ના સિંધી બ્રાહ્મણોને સામાજિક સહાય પુરી પાડે છે, સાથે રાજ્ય તેમજ કેન્દ્રસરકાર ની પ્રજા લક્ષી હિત કારક યોજનાઓ નો લાભ પણ સમાજ ને અપાવવા સતત પ્રયંતનશીલ રહે છે, અને મદદ રૂપ થાય છે. તથા સમાજ માં થી કુરિતિઓ કુરિવાજો દૂર થાય તેવા કર્યો કરતા રહે છે.
ઉમેશ માવાણી – જામનગર