જામનગર મનપાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા ગાયો નું સોનલ નગર સ્થિત સારવાર કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી ,
આ સેન્ટરમાં પશુઓની યોગ્ય જાળવણી થાય , તેમ જ અહીં સાફ સફાઈ જળવાઈ રહે ,પશુઓ માટે ઘાસચારા ,પાણીની યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે તે સહિતના મુદ્દે મેયર એ સોનલ નગર ખાતે ઢોરના ડબ્બા ની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ અહીંના કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી.
ઉમેશ માવાણી – જામનગર