જામનગર મહાનગરપાલિકા ની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેર માં ( SJMMSVY) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વોર્ડ ન.૧૫ માં રાજપૂત કન્યા છાત્રાલય રોડ પર ૫૦૦ MM ડાયા ની પાઈપ લાઈન નું કામ હાલ પ્રગતી હેઠળ છે.તેમજ સેટેલાઈટ પાર્ક ,ખોડીયાર પાર્ક ,નીલકંઠ પાર્ક ,સહજાનંદ સોસાયટી તથા ન્યુ. નવાનગર સોસાયટી માં પણ ભૂગર્ભ ગટર નું કામ પ્રગતી હેઠળ છે. તેમજ વોર્ડ ન.-૧૬ માં પુષ્કરધામ સોસાયટી થી મંગલધામ સોસાયટી સુધી મેઈન લાઈન નું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ ૧૫ માં નાણા પંચ હેઠળ વોર્ડ ન. -૧૬ માં ગોકુલ દર્શન સોસાયટી થી ખોજા નાકા પમ્પીંગ સ્ટેશન સુધી મેઈન લાઈન નું કામ પ્રગતી હેઠળ છે. તેમજ વોર્ડ.ન. -૧૨ માં અમન ચમન સોસાયટી ,ન્યુ.બુરહાની સોસાયટી તથા મોરકંડા રોડ પર કામ ચાલુ છે. અને વોર્ડ ન. ૧૧ માં ખોડીયાર સોસાયટી અને મહાપ્રભુજી બેઠક રોડ પર ભૂગર્ભ ગટર નું કામ ચાલુ છે.અને વોર્ડ ન. -૭ માં મહાલક્ષ્મી બંગલો વિસ્તાર માં ભૂગર્ભ ગટર નું કામ ચાલુ છે.
ઉમેશ માવાણી – જામનગર