Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

શ્રી હડિયાણા કન્યા શાળામાં સ્વંય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

 

બાળકોના સર્વાંગી વિકાસમાં બે વ્યક્તિનો વિશેષ ફાળો હોય છે એક બાળકની માતા અને બીજા શિક્ષક હોય છે. બાળકના શારીરિક વિકાસનો આધાર તેમના માતા પિતા પર રહેલો હોય છે. જ્યારે બાળકનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેમના શિક્ષકો પર નિર્ભર રહે છે. બાળકના જીવન ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે. બાળક એ તો એક કોરી પાટી સમાન હોય છે

જેમાં શિક્ષકો આદર્શનું સિંચન કરી અને બાળકને એક ઉત્તમ નાગરિક તરીકેનું ઘડતર કરે છે. માટે જ આપણા સમાજમાં શિક્ષકોનું સવિશેષ સન્માન કરવામાં આવે છે. સમાજમાં શિક્ષકોનું સ્થાન મોભાનું હોય છે. ભારતના આવા જ એક મહાન શિક્ષણ શાસ્ત્રી આજે જન્મ દિવસ છે. 5 સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવમાં આવે છે. જે અનુસાર આજ રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે અનુસાર આજરોજ શાળાનું સમગ્ર સંચાલન શાળાની જ વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષકો બની શાળામાં અધ્યયન કાર્ય કરાવ્યું હતું.

શાળામાં બાળકો દ્વારા શિક્ષણકાર્ય કરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે બાળપણથી બાળકમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને શિક્ષકોના આદર્શોનું અત્યારથી જ બાળકોમાં સિંચન થાય. આવા ઉદેશ્યથી શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચે આજનો કાર્યક્રમ એક સેતુ તરીકે કામ કરે છે. ઉપરાંત બાળકોને અધ્યયન કરાવતા નિહાળવા એ પણ એક અલગ જ લહાવો હોય છે. આજે શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષકો બનીને આવેલા બહેનોએ ખૂબ જ સારી રીતે અધ્યયન કાર્ય કરાવ્યું હતું. આજના કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

શરદ એમ.રાવલ – જોડિયા

 

Related posts

વાંકાનેરમાં બૂટલેગરોએ એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયારો વડે આશરે બારેક ઘા મારી રહેસી નાખ્યો…

Gujarat Darshan Samachar

વિશ્વાસ થી વિકાસ યાત્રા” અંતર્ગત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો* *ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ – સહાય જૂથો, સખીમંડળો, મહિલા ગ્રામ સંગઠનોને રૂ.36 લાખની રકમની સહાય તેમજ આયુષ્માન કાર્ડના મહિલા લાભાર્થીઓને લાભાન્વિત કરાયા* *વિવિધ યોજનાઓના લાભો થકી જામનગર જિલ્લાની મહિલાઓ આત્મનિભર અને સશક્ત બની ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે : કૃષિમંત્રી શ્રી

Gujarat Darshan Samachar

મુખ્યમંત્રીના જામનગર પ્રવાસને લીધે,કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત અસંખ્ય કાર્યકર્તા ને નજરકેદ કરાયા અને અટક કરી પોલીસે વિરોધના સૂરને અટકાવ્યા

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़