જામનગર.
તારીખ: ૦૫/૦૯/૨૦૨૨
ભારત એક લોકશાહી દેશ છે અને તેમાં વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ નું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. આ બંને સ્વાતંત્ર્ય દેશની લોકશાહી ને તંદુરસ્ત બનાવવા માટે ખૂબ જ અનિવાર્ય છે. પરંતુ કેટલાક વર્ષો થી એવું દેખાઈ રહ્યું છે કે હિન્દુ ધર્મ અને તેને માનતા લોકો અહિંસક અને સહિષ્ણુ હોવાની છાપ ધરાવતા હોય તેવા લોકો સાથે વિધર્મી ઓં દ્વારા યેનકેન પ્રકારે ધર્મ પરીવર્તન કરવવાની પ્રવૃતી ચાલી રહી છે. જેમાં લવજેહાદ પણ આ કાવતરા નો એક ભાગ છે. હકીકત માં દેશ ના ભાગલા પડ્યા પછી તેમજ દેશ બંધારણ અમલ માં આવ્યા પછી દેશને બિનસીપ્રદાયિક દરજ્જો આપવામાં આવ્યી પરંતુ તેમ કરીને તેને સ્પષ્ટ રીતે વ્યખ્યાયિત ન કરવામાં આવ્યું એના કારણે સાંપ્રદાયિક અને બિનસાંપ્રદાયિક એમ બંને વચ્ચે વિવાદ થવાની શરૂઆત થઈ પરંતુ સૌ એ ભૂલી ગયા કે આ દેશ સર્વધર્મ સમભાવ માં માનનારો છે. હિન્દુ ધર્મ સૌને સાથે રાખી ચાલનારો છે. પ્રત્યેક હિન્દુ માને છે કે આપણે સૌ કદમ થી કદમ મિલાવીને સાથે ચાલીયે આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ અને આપના સૌના મન એક થાય. આ એ હિંદુ છે કે “દરેક દિશાએ થી અમને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ” માં માને છે.
હિન્દુ જાગરણ મંચ- જામનગર આ આવેદન પત્ર આપી માંગણી કરે છે કે આવનારા નવરાત્રિ ના પાવન અવસર પર જ્યારે જામનગર ના મોટા ભાગ ના યુવક-યુવતીઓ અર્વાચીન દાંડિયા રાસ માં જતાં હોય છે જેથી જામનગર માં આવા અર્વાચીન દાંડિયા રાસ ના આયોજનો મોટી સંખ્યા માં થતાં હોય છે. અને તેમાં મોટી સંખ્યા માં લોકો જોડતા હોય છે આવા સંજોગો માં વિધર્મીઓ દ્વારા પોતે હિંદુ નામ ધારણ કરી ને આ આયોજનોમાં આવતા હોય છે અને હિન્દુ દીકરીઓ સાથે દોસ્તી કરતાં હોય છે. સરકારી આંકડાઓ મુજબ એવું પણ ધ્યાન માં આવ્યું છે કે નવરાત્રિ પૂરા થયા ના એક થી બે મહિના દરમિયાન દીકરીઓના શોષણ થયાના કિસ્સાઓ ની સંખ્યા ખૂબ મોટી સંખ્યા માં વધી જાય છે અને તેથી આ તમામ અર્વાચીન દાંડિયા રાસ ના આયોજકો જે પાસ ઇસ્યુ કરે તે તમામ પાસ ફરજિયાત પણે આધાર કાર્ડ માંગી તે મુજબ ની વિગતો નોંધી પછી જ ઇસ્યુ કરે અને તે તમામ ઇસ્યુ કરેલા પાસ ની એક કોપી યાદી સ્વરૂપે પોતે પોતાની પાસે રાખે જો તેમ કરવામાં કોઈ ચૂક કરે તો તેવા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી થાય તેવું જાહેરનામું બહાર પાડવા નમ્ર વિનંતી છે.
હિન્દુ જાગરણ મંચ તરફ થી જિલ્લા સંયોજક ભરતભાઇ ફલિયા, જયેન્દ્રભાઈ પરમાર, વિપુલભાઈ હિરપરા, અશોકભાઈ સોલંકી, જીતુભાઈ ગાલા, માંડળભાઈ કેશવારા, કેતનભાઈ ગજરીયા, રાકેશભાઈ લઢા, મોહનસિંહ જાડેજા તેમજ કમલેશભાઈ ગોહિલ સહિતના લોકોએ ક્લેક્ટર શ્રીને રજુઆત કરેલ.