”રૂ. 27 લાખથી વધુના ખર્ચે થયેલા આ વિકાસ કાર્યોથી આ વિસ્તારના લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે.” : કૃષિમંત્રીશ્રી
જામનગર મનપામાં થોડા સમય પહેલા સમાવિષ્ટ કરવામાં આવેલા વિસ્તારો જેમાં વોર્ડ નં. 6,7 અને 11માં વિવિધ વિકાસકાર્યોને બહાલી આપવામાં આવી હતી. ‘વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ’ અંતર્ગત વોર્ડ નં. 6માં અને નાઘેડી વિસ્તારમાં રૂ. 10 લાખના ખર્ચે 2 જગ્યાએ પેવર બ્લોક, વોર્ડ નં. 7માં રૂ. 5 લાખના ખર્ચે પેવર બ્લોક અને વોર્ડ નં. 11 અને વિભાપર ગામમાં રૂ. 12 લાખના ખર્ચે 2 જગ્યાએ સી.સી. રોડના વિકાસકાર્યોનું કૃષિમંત્રીશ્રીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ વિવિધ ખાતમુહર્ત પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામ્યુકો તંત્રમાં અત્યારે શહેરી વિસ્તારથી દૂર રહેલા વિસ્તારોને પણ સતત વિકાસયાત્રામાં જોડવા માટે ભરપૂર પ્રયત્નો ચાલુ છે. જામનગર મનપામાં નવા ભળેલા તેમજ અત્યંત દૂરના જેટલા વિસ્તારો છે- તે તમામમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે ગટર, સી.સી. રોડ, પેવર બ્લોક વગેરેનું કામકાજ અગ્રિમતાના ધોરણે પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોના લોકની તેમના હક્ક માટેની જાગૃતિ પ્રશંશાને પાત્ર છે. આજે એકસાથે 6 કરતા પણ વધુ અલગ અલગ વિકાસ કાર્યોનું થયેલું ખાતમુહર્ત એ દર્શાવે છે કે જામનગર મનપા છેવાડાના માનવીના વિકાસ માટે પણ એટલી જ કટિબદ્ધ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આજે એક જ સૂત્રમાં માને છે કે, ‘સબ કે સાથ, સબકા વિશ્વાસ, સબ કા પ્રયાસ..’ આ સૂત્રને સાર્થક કરવા માટે જામનગર મનપા પણ અત્યારે એટલી જ ઝડપથી કામ કરી રહ્યું છે.
આ કાર્યક્રમમાં જામનગર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, કોર્પોરેટર શ્રી ધારાબેન ભટ્ટ, શ્રી અમિતાબેન, શ્રી પ્રભાબેન ગોરેચા, શ્રી શીતલબા જાડેજા, શ્રી હર્ષાબા જાડેજા, નાઘેડી વિસ્તારના આગેવાન શ્રી દેવરાજભાઇ, શ્રી પ્રવીણભાઈ, શ્રી રામભાઈ, શ્રી રણમલભાઈ, વોર્ડ નં. 6ના આગેવાન શ્રી ધ્વનીબેન નાથવાની, શ્રી મંજુબેન, શ્રી જશુબા ઝાલા, શ્રી ચંદુલાલભાઈ, પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ રાણા, શ્રી કવિતાબેન કનોજિયા, શ્રી અસ્મિતાબા પરમાર, ભાષાભાષી સંઘના આગેવાન શ્રી શિલ્પાબેન ટેભડે, શ્રી ગિરિરાજસિંહ જાડેજા, શ્રી માયાબેન ચંદ્ર, શ્રી પ્રવિણાબા, શ્રી હરેન્દ્ર રાય, શ્રી નીખિલભાઈ, વોર્ડ નં. 11ના આગેવાન શ્રી વેલજીભાઇ નાકું, શ્રી સુધાબેન વિરડીયા, શ્રી નવનીતભાઈ, શ્રી માવજીભાઈ, શ્રી જયભાઈ નડિયાપરા, શ્રી જયેન્દ્રસિંહ સોઢા, વિવિધ સમિતિઓના પદાધિકારીશ્રીઓ, જામ્યુકોના વિવિધ વિભાગમાંથી આવેલા અધિકારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અન્ય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
ઉમેશ માવાણી – જામનગર