Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૧૦૩૬ વિઘ્નાહર્તા દેવને મૂર્તિઓ વિસર્જિત કરાઈ, કુંડ-૧માં ૧૭૧ જ્યારે કુંડ -૨ માં ૫૮ સહિત કુલ ૨૨૯ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કરાયું

જામનગર તા ૭, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટેના બે વિશાળ કદના વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે બન્ને કુંડમાં ૨૨૯ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, અને ૭ દિવસ ના અંતે કુલ ૧૦૩૬ ગણપતિની મૂર્તિઓ વિસર્જિત થઈ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક બનાવેલા ગણપતિ વિસર્જન કુંડ નંબર -૧ માં ગઈકાલે સાતમા દિવસે વધુ ૧૭૧ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, જે કુંડમાં ૭ દિવસ દરમિયાન ૭૬૨ મૂર્તિઓ વિસર્જિત થઈ છે.

જ્યારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બનાવાયેલા વિસર્જનકુંડ નંબર -૨ માં ગઈકાલે ૫૮ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું, અને કુલ ૨૭૪ મૂર્તિઓ વિસર્જિત થઈ છે.

આમ ગઈકાલે કુલ ૨૨૯ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતાં શહેરના બન્ને કુંડમાં અત્યાર સુધીમાં ૧,૦૩૬ મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. જે પ્રક્રિયા અંતિમ દિન સુધી અવીરત ચાલુ રાખવામાં આવી છે.

 

 

Related posts

જામનગર શહેર ખાતે રહેણાક મકાનમાં જુગાર રમતા સાત (પુરૂષ તથા મહિલાઓ)ને રોકડ.રૂ.૨૪,૨૦૦/-તથા મોબાઇલ ફોન તથા મો.સા.મળી કુલ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- ના મુદામાલસાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

Gujarat Darshan Samachar

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અદાણી CNG માં 3.૪૮ રૂપિયાનો ભાવ ઘટાડો થતાં લોકોને રાહત

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़