આજરોજ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને સમર્થનમાં અપીલ કરવા નીકળેલ હતા જામનગર શહેરની મુખ્ય બજાર એવા વિસ્તાર બર્ધન ચોક, ચાંદી બજાર, રતનબાઇ મસ્જિદ સર્કલ, બેડીનાકા પાસે નો વિસ્તાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક વિસ્તારના તમામ વેપારીઓ દ્વારા કોંગ્રેસના બંધના સમર્થન મળેલ અને સવારથી જ સર્વ લોકોએ પોતાના વેપાર ધંધા બંધ કરેલા હતા પરંતુ સરકારના દબાણ હેઠળ પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને ધરપકડ કરી વેપારીઓને દબાણ કરી તેમના વેપાર ધંધા ચાલુ કરાવેલ છે
કોંગ્રેસ શહેર પ્રમુખ દુગુભા જાડેજા ધારાસભ્ય વિક્રમ ભાઈ માડમ, વિપક્ષ નેતા આનંદભાઈ રાઠોડ, પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઈ , પૂર્વ વિરોધ પક્ષનેતા અસલમભાઈ, , કૉર્પોરેટ ધવલભાઈ નંદા, યુસુફ ભાઈ ખફી, એડવોકેટ જેનબબેન ખફી, પ્રદેશ મહામંત્રી સહારા બેન મકવાણાપૂજાબેન નકુમ, હિનાબેન ચોવાટિયા , રિઝવાન ભાઈ જુણેજા, કાસમભાઈ ખફીની સહિત ૧૦૦થીવધુ આગેવાનો અને કાર્યકરોની ધરપકડ થયેલ છે.