Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેરમાં બૂટલેગરોએ એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયારો વડે આશરે બારેક ઘા મારી રહેસી નાખ્યો…

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા… આ બને બૂટલેગરો એસપી સાહેબના ઇન્ફોમરો હોય પોતાની મણમાંનીઓ ચલાવતા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે…

વાંકાનેરના અન્ય વ્યક્તિની પૈસાની લેતીદેતી મામલે બે શખ્સોએ અમીત ઉર્ફે લાલાને રહેંસી નાખ્યો, ત્રણ વ્યક્તિઓ સામે પંદર કલાક સુધી મૃતકના પરિવારજનોએ લાશ ન સ્વીકારતાં આખરે ફરિયાદ નોંધાવામાં આવી…

વાંકાનેર શહેર ખાતે ગત મોડી રાત્રીના હાઈવે ચોકડી પાસે આવેલ પાસલીયા હોસ્પિટલ પાસે બે શખ્સોએ એક યુવાનની તિક્ષણ હથીયારોના આશરે બાર જેટલા ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર વાંકાનેર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો, જેથી આ બનાવમાં આજે મૃતક યુવાનના ભાઈએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અન્ય વ્યક્તિના પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનો સનસનાટી ભર્યો ખુલાસો થયો છે….

ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ સરફરાજ તથા ઇમરાનએ મૃતકના પડોશી સુરેશભાઈ વિષ્ણુભાઇ ગોંડલીયા સાથે પૈસાની લેતીદેતી કરેલ હોય જેમાં તેઓ અવાર નવાર સુરેશભાઈને હેરાન કરતા હોય જેથી બાબતે મૃતક યુવાન અમીત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચા(ઉ.વ. ૩૭)એ બંને આરોપીઓને સાહેદ સુરેશભાઈને હેરાન ન કરવા જણાવતા આરોપીઓને આ બાબતનું સારૂ નહીં લાગેલ, જેથી આ બાબતનો ખાર રાખી આરોપી ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઈ પીપરવાળીયા (રહે. લક્ષ્મીપરા, વાંકાનેર), ઇમરાન ફારૂક આરબ (રહે. વાકાનેર) અને સફરાજ મકવાણાએ કાવતરૂ રચી ગત મોડી રાત્રીના એક વાગ્યાના સુમારે મૃતક યુવાન જ્યારે હાઈવે ચોકડી નજીક પાસલીયા હોસ્પિટલ પાસે, લાલાભાઈ લેથવાળાની દુકાનના ઓટલે બેઠો હોય ત્યારે આરોપી ઈનાયત અને ઈમરાન ત્યાં ધસી આવી અમીત ઉર્ફે લાલા પર હુમલો કરી ગુપ્ત ભાગની બાજુમાં તથા પાછળ સીટના ભાગે તથા છાતીના ભાગે તથા પેટના ભાગે તથા ડાબા હાથમાં તથા ગળાના ભાગે છરી તથા ગુપ્તીના ઘા ઝીંકી અમીતભાઈ કોટેચા ઉર્ફે લાલાની નિર્મમ હત્યા કરી નાંખી હતી.

ઉપરોક્ત બનાવ અનુસંધાને વાંકાનેર સીટી પોલીસે પંદર કલાકની જહેમત બાદ મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ 302, 120-B, 34 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તેમજ અન્ય જાણવા મળતી વિગત મુજબ આ બને બૂટલેગરો દ્વારા વાંકાનેરના જાકીર મહંમદ રાઠોડ નામના શખ્સ ઉપર છેલ્લા પંદર દિવસથી હુમલો કરવાના ઇરાદાથી તિક્ષણ હથિયારો લઇ દરરોજ રેકીઓ કરવામાં આવી હતી જેની જાણ જાકીર મહમદભાઇ રાઠોડને થતાં તે પોતાના સ્વબચાવ માટે લાકડી લઈને નીકળતો હોય હુમલો કરવામાં આ બંને આરોપીઓને મોકો ન મળતા મોરબી જિલ્લા એસપીને કહી જાકીર મહંમદભાઈ રાઠોડ વિરૂદ્ધ ખોટી ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી હતી અને આ બૂટલેગરો દ્વારા અમોને છરી લઈને મારવા આવતા હોવાની પાયા વિહોણી ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવેલ . આવા બૂટલેગરો જો એસપી જેવા અધિકારીની શહાનુંભુતી મેળવતા રહેસે તો સામાન્ય જનતાએ જીવું મુશ્કેલ બની જસે અને દિનદહાડે હત્યાઓ થશે અને નિર્દોષ વ્યક્તિઓ ભોગ બનતા રહેસે એમાં શંકાને કોઈ સ્થાન નથી

Related posts

વાંકાનેરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય મંત્રી, વિધાયક, સાંસદની હજરીમાં કાયદો અને વ્યવસ્થાની ધજીયા ઉડી…

Gujarat Darshan Samachar

નોર્થ ઝોન અને સાઉથ ઝોનમાં ટિંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી

Gujarat Darshan Samachar

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સંગઠ્ઠન મહામંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે ક્ષત્રિય સમાજ ના બહોળું મિત્રવર્તુળ ધરાવે છે

Leave a Comment

टॉप न्यूज़