જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખાની અખબાર યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, નર્મદા કેનાલ આધારિત એનસી-૭ (મોરબી પમ્પીંગ સ્ટેશન) ખાતે પમ્પીંગ મશીનરી અને સંલગ્ન ઉપકરણો બદલવાની કામગીરી તથા સમ્પ સફાઈની કામગીરી માટે અગાઉ તા.૧૪/૦૯/૨૦૨૨ થી તા.૧૬/૦૯/૨૦૨૨ સુધી દિવસ-૩ શટડાઉન લેવામાં આવેલ હતું પરંતુ અનિવાર્ય કારણોસર આ શટ ડાઉન પોસપોન્ડ (મોકૂફ) રાખવામાં આવેલ હોય શહેરમાં મુકવામાં આવેલ પાણી કાપ મોકૂફ રાખવામાં આવેલ છે.અને રાબેતા મુજબ પાણી વિતરણ ચાલુ રહેશે. જેની જાહેર જનતા એ નોંધ લેવા વિનંતી