ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ નજીકની નુરાની બિલ્ડીંગમાં આવેલી પટેલ ઈશ્વરલાલ બેચરદાસની આંગડિયા પેઢીમાં રવિવારે રાત્રે ચોરી થઈ છે . તસ્કરો 5 લાખ રૂપિયાની રોકડ ચોરી જતાં પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી છે . પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે . તેમજ ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી હતી .