Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૩૬ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

એલ.સી.બી. સ્ટાફના પો.સ.આઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દોલતસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ઢીચડા રોડ ઉપર સેનાનગરમાં રહેતા રાજુભાઇ ભીખુભાઇ શીંગરખીયાના મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૩૬ કિ.રૂ. ૫૪,૪૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.કોન્સ. ફીરોજભાઇ ખફીએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. હરપાલસિંહ સોઢાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:૧) રાજુભાઇ ભીખુભાઇ શીંગરખીયા રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર મુળ- જામરાવલ તા.કલ્યાણપુર

પકડાવાના બાકી આરોપી

(૧) રાહુલભાઇ શીગરખીયા રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર (દારૂ લઇ આવનાર)

(ર) રાજુભાઇ રહે. સામખીયારી કચ્છ (દારૂ સપ્લાય કરનાર)

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી કે.જે.ભોયેની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા. પો.સ.ઇ.શ્રી એ.બી.ગંઘા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

 

 

Related posts

ભાજપના રાષ્ટ્રીય નેતા ડો. જહીર ખાન સાહેબના હસ્તે વાંકાનેર લઘુમતી મોરચાના હોદ્દેદારોનું સન્માન કરાયુ..

Gujarat Darshan Samachar

વાંકાનેર સંદેશ તથા દિવ્યભાસ્કર ના પત્રકાર મુકેશભાઈ પંડ્યા નો આજે જન્મ દિવસ…

Gujarat Darshan Samachar

તંત્રની ૪ ટીમ દ્વારા કામગીરી થઈ છે છતાંય મુખ્યમાર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે રખડતાં ઢોર નો અડીંગો,

Leave a Comment

टॉप न्यूज़