સમગ્ર દેશમાં હાલ સપ્ટેમ્બર મહિનાને કેન્દ્ર સરકાર ની સૂચના અનુસાર પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી સાહેબ અને ડેપ્યુટી કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ ની સૂચના મુજબ જામનગરના આંગણવાડી કેન્દ્રો અને નંદ ઘરોમાં પોષણ માસની ઉજવણી નિમિત્તે બાળકો માતાઓ અને કિશોરીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત આઈસીડીએસ સેન્ટર અંતર્ગત આવતા આંગણવાડી કેન્દ્ર અને નંદ ઘરોમાં પોષણ માસ નિમિત્તે નિયમિતપણે વિવિધ સેન્ટરો પર શિશુનું તબીબી પરીક્ષણ બાળકો માતાઓ કિશોરીઓ માટે વ્યાખ્યાન પોષક આહાર સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ,જેમાં આયુર્વેદના ડોક્ટરો દ્વારા યોગાસન, પ્રાણાયામ ,આયુર્વેદિક ઔષધી અને સમાજ ,બાળપણમાં પથ્ય અને અપથ્ય જેવા વિષયો પર ડો. પલ્લવી દ્વારા વ્યાખ્યાન માળા યોજાય રહી છે ,તેમજ તમામ આંગણવાડી કેન્દ્ર પર શિશુ નું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે, છેલ્લા 15 દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પોષણ માસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર પર 1 થી 6 વર્ષ સુધીના અંદાજિત 250 થી 300 જેટલા બાળકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે કાર્યક્રમના અંતે કિશોરીઓ અને બાળકોને આંગણવાડી કેન્દ્ર પર પૌષ્ટિક આહાર- પૌષ્ટિક બિસ્કીટનું વિતરણ પણ કરાય છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયુર્વેદના પ્રોફેસર ડો. શિલ્પા ડોંગા ના માર્ગદર્શન મુજબ ICDS ના સંયોજક યુવરાજસિંહ, ડો. વીરેન્દ્ર કોરી, ડો અપેક્ષા વ્યાસ, ડો. સાગર ભીંડે, ડો. ગ્રીષ્મા સોલંકી, ડો. પલ્લવી, ડો. નરેશ, ડો. નિકિતા, આંગણવાડીના કાર્યકર મેઘાબેન સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.