Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

લોખંડના ભંગાર ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સાહેબની સૂચનાથી જામનગર જીલ્લાના ચોરીના બનાવો અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ભોયે સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.એસ.ગરચર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઈ મકવાણા તથા રવિભાઈ બુજડને બાતમી મળેલ કે, વાવ ધીંગેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલ બાવળની ઝાળીમાં અજાણ્યા બે ઈસમો શંકાસ્પદ રીતે બીલ કે કોઇ આઘાર ચોરી અથવા છળકપટથી મેળવેલ લોખંડનો ભંગાર એક વાસ્પા રીક્ષામાં ભરે છે જેથી સદરહુ જગ્યાએ રેઈડ કરતા ત્યાથી લોખંડના ભંગાર ભરેલ બાચકા નંગ-૬૦, સાઈકલની જુની રીંગો તથા અન્ય પરચુરણ લોખંડનો ભંગાર આશરે ૧૦૦૦ કિલો તથા વાસ્પા રીક્ષા મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૮૫૦/- નો મુદ્દામાલ કોઈ બીલ કે આધાર વગર મળી આવતા જે આ તમામ મુદ્દામલ મજકુર ઈસમોએ કોઈ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા મજકુર ઈસમો પાસેથી કબ્જે કરેલ છે અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી:

(૧) રફીકભાઈ ઈસ્લામાલી શેખ ઉવ,૨૨ ધંધો મજુરી રહે ગુલાબનગર, સંજરી ચોક, જામનગર

(૨) હનીફીયા રજાકમીયા મટારી જાતે સૈયદ ઉવ.૪૭ ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે ગુલાબનગર, સાધુ વાસવાણી પાછળ, શીવનગર, જામનગર

આ કાર્યવાહી ઈંચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે તથા પો.સ.ઇ. એ.એસ.ગરચર સા. ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા રણુજા, કાલાવડના મેળામાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ તથા સાહિત્ય વિતરણ કરાયું

Gujarat Darshan Samachar

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

Gujarat Darshan Samachar

ગુજરાત રાજ્યમાંથી સી સ્કાઉટ ટ્રેનીંગ માટે એક માત્ર શ્રીમમતાબેનની પસંદગી થયેલ જેના અનુસંધાને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સન્માન કરવામાં આવેલ.

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़