વાંકાનેર: આગામી ૯મી ઓક્ટોમ્બરે કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિમાં અમીત કિશોરચંદ્ર શાહ અને તેમના મિત્ર મંડળ અને ગૃપ દ્રારા મહારક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવનાર છે.
જેમાં રક્તદાન કરવા આવનાર રક્તદાતાઓનું હ્રદયના અનેરા ઉમળકાથીકંકુ-તિલક કરી મીઠુંમોઢું કરાવી અનેરૂ સ્વાગતકરવામાં આવશે. તેમજ રક્તદાન માટે હૉલ માં લાઈવ મ્યુઝિક દ્વારા રક્તદાતાઓને સંગીતનું મનોરંજન પણ પીરસવામાં આવશે.
સાથે સાથે આકર્ષક સેલ્ફી પોઈંટમાં સેલફી પડાવી રક્તદાતાની અવિસ્મરણીય યાદી સાથે પડાવેલ તસવીર લઇ જઈ શકશે. તેમજ સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે ચા-કોફી તથા બિસ્કીટ નો નાસ્તો તો ખરો જ. અને રક્તદાતાઓને આકર્ષક અને ઉપયોગી ભેટ સોગાત સાથે અતિઉપયોગી તુલસીના રોપા પણ આપવામાં આવશે. તેમજ કાર્યક્રમની પૂર્ણ હુતિમાં રક્તદાતાઓનો આભારમાની અભિવાદન કરવામાં આવશે.
તો તમામ લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે જોજો આવા અનોખા રક્તદાન કેમ્પમાં આવવાનું ચુકતા નહીં. અને રક્તદાન કરવાનું ભૂલતાનહીં
રક્તદાન કેમ્પનું અયોજન અમીતકુમાર કિશોરચંદ્રશાહ દ્વારા કરવામાં આવેલ છે