જામનગરમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સમૂહ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.
જામનગરમાં ના માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ ના રિવાબા જાડેજા દ્વારા વોર્ડ નંબર-1 માં પોલિટેકનિક કોલેજ થી બ્રિજ સુધીના માર્ગમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સમૂહ સફાઈ અભિયાન યોજાયું હતું અને સાગર ભારતી સીમા જાગરણ મંચ દ્વારા જિલ્લામાં સાગર સ્વચ્છતા અભિયાન યોજાયું હતું આ સફાઈ અભિયાન જામનગરના બેડી બંદર ખાતે યોજાયું હતું જેમાં શહેર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી સાહેબ જોડાયા હતા.