Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકી તેનું વેચાણ કરતા ચાર ઈસમોને કુલ કી.રૂ.૩,૩૦,૬૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ.શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ મકવાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, ઉમતલીઅલી દરગાહની બાજુમા રહેતા કાસમ છેર પોતાના રહેણાક મકાનમાં આવેલ ઓરડીમા અમુક ઈસમો સાથે ગેરકાયદેસર રીતે એક છકડા રીક્ષામાંથી તથા એક છોટા હાથીમાંથી ગેસના ભરેલ બાટલા ઉતારી તે ગેસના ભરેલ બાટલા માથી ખાલી ગેસના બાટલામા ભરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી હકીકત આધરે રેઈડ કરતા સદર જગ્યાએ થી નિચે લખેલ આરોપીઓ ગેરકાયદેસર રીફીલીંગ કરતા મળી આવેલ જેમા ગેસ ભરેલા શીલ બંધ ઈન્ડેન કંપનીના લાલ કલરના ખાલી તથા ભરેલા બાટલા નંગ-૬ર જેની કુલ કી.રૂ.૧,૮૦,૦૦૦/- તથા ગેસ રીફીલીંગ માટેની નિપલ નંગ-૩ કી.રૂ.૧૫૦/- તથા બાટલાનો વજન કરવા માટેનો વજન કાંટો નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦/- તથા બાટલા હેરફેર માટે ની છકડો રીક્ષા રજી. નંબર GJ-10-0-8839 તથા છોટા હાથી GJ-10-7-2542 મળી કુલ મુદામાલ કિ.રૂ-૩,૩૦,૦૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ પોલીસ કોન્સટેબલ સોચબભાઇ મકવાએ ઈપીકો કલમ ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩, ૭, ૧૧ મુજબની ફરીયાદ આપતા પો.હેડ.કોન્સ. આર.એન.બુજડ એ મુદામાલ કબ્જે કરી બેડી મરીન પો.સ્ટે. મા સોપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપીનુ નામ:- (૧)કાસમભાઇ અજીતભાઇ છેર ઉવ.૨૮ ધંધો ગેસના બાટલાની ડીલેવરી(મહાદેવ ગેસ એજન્સી) રહે જમાં મસ્જીદથી આગળ, ઉમતઅલી દરગાહનીબાજુમા, બેડી,જામનગર (૨)અબ્દુલભાઇ કરીમભાઇ કુરેશી ઉવ.૪૬ ધંધો ડ્રાઇવિંગ રહે.જૂમા મસ્જીદી આગળ,ઉમતઅલી દરગાહની બાજુમાં,બેડી, જામનગર (૩)સિંકદરભાઇ હાજીભાઇ છેર ઉવ.૨૬ ધંધો ડ્રાઇવિંગ રહે-જુમા મસ્જીદથી આગળ, મતઅલી દરગાહનીબાજુમાં,બેડી,જામનગર (૪)કાસમભાઇ અનવરભાઈ મક્રવાણા ઉવ.૩૦ ધંધો મજુરી રહેજુમા મસ્જીદથી આગળ, મતઅલી દરગાહની બાજુમાં,બેડી, જામનગર

આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી કે.જે.ભોયે સા.ની સુચનાથી પો.સબ.ઇન્સ.એ.એસ.ગરચરતથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

Related posts

જામનગર તાલુકાના ધુતારપુર ગામે “ઝવેલર્સ દુકાન”તથા “કાપડની દુકાન”મા થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી ૩ (ત્રણ) ઇસમોને પકડી પાડતી- એલ.સી.બી.-જામનગર

ધ્રોલ મુકામે મુખ્યમંત્રીના આગમનને, ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનો સહિત કોંગી અગ્રણી અને સિક્કા શહેર યુથ કોંગ્રેસ અટકાયત કરતી પોલીસ..

Gujarat Darshan Samachar

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યકમનો

Leave a Comment

टॉप न्यूज़