Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

આઉટસોર્સ એજન્સીઓ રદ કરી આઉટસોર્સ કર્મચારીઓને સીધા સરકારશ્રી તરફથી નિમણૂક જેવી ૬ માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત રાજયમાં સરકારશ્રીએ આઉટસોર્સિંગના માધ્યમથી કોન્ટ્રાકટ બેઝથી એજન્સીઓ / કંપની પાસેથી મેનપાવર મેળવીને જુદા જુદા વિભાગોમાં કામ કરાવવામાં આવે છે. આવી એજન્સીઓ જે તે કચેરીમાં જઈને અમારા જેવા કર્મચારીના નામ મેળવીને તેઓને પોસ્ટીંગ આપી સરકારી કોન્ટ્રાકટ મેળવી લે છે. આ પદ્ધિતી થી સરકાર અને અમી કર્મચારી એક જ માધ્યમ હોવા છતા તેમા કોઈ ત્રાહીત એજન્સી વચ્ચે આવીને મોટા બીઝનેશ મેળવી નાણાકીય લાભ મેળવી રહેલ છે. આ કારણો થી સરકાર અને કર્મચારીઓને નુકશાન થાય છે. જયારે કઈજ લેવા દેવા સિવાય આવિ ત્રાહીત એજન્સી વચ્ચે આવીને કરોડો રૂપીયાની કમાણી કરી જાય છે.

 

સરકારશ્રીએ નકકી કરેલ લઘુતમ વેતન મુજબ કોઈ પણ કર્મચારીને આવી કોન્ટ્રાકટ પદ્ધિતીમાં પગાર આપાવામાં આવતો નથી. પ્રોવિડન્ડ ફંડ વીમો અન્ય સરાકારી લાભો અમારા જેવા કર્મચારીઓને મળતા નથી. હવે અમોને કોઈ પણ જગ્યાએ અમારી ઉંમરના કારણે સરકારી કે ખાનગી નોકરી મળી શકે તેમ નથી. હાલની મોંઘવારી અને કામની પરિસ્થિતી જોતા અમો તથા અમારા પરિવાર ખુબ જ મોટી આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે.આરોગ્ય તેમજ બાળકોના શિક્ષણનો ખર્ચ આવી મોંધવારી ના કારણે કરી શકતા નથી. એટલે પ્રથમ તો ગુજરાત રાજયની આવી તમામ એજન્સીઓને ગેરકાયદેસર ગણીને તમામ કોન્ટ્રાકટ રદ કરવામાં આવે અને સરકારશ્રી ડાયરેકટ અમોને નિમણુંક આપીને યોગ્ય પગાર ધોરણ નકકી કરે તેવી વિનંતી છે.

જેથી અમારો હકક અને અધિકારો માટે લડત ચલાવવા જામનગર ની તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારની શોષણ ભરી નિતીઓના વિરોધમાં આ આવેદનપત્ર આપશ્રીને આપ્યું ૬ માંગણીઓ રજૂ કરી

(૧) જુદી-જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને સમયસર પગાર ચુકવવામાં આવતો નથી કે પુરતો પગાર ચુકવવામાં આવતો નથી. પગારમાંથી કપાત કરેલ પી.એફ.ની રકમ પણ પુરેપુરી જમા કરવામાં આવતી નથી તથા ઈ.એસ.આઈ.સી. કાર્ડનો પણ લાભ આપવામાં આવતો નથી.

(૨) એજન્સી દ્વારા આઉટસોર્સ કર્મચારીઓને કોઈ વિમાનો લાભ આપવામાં આવતો નથી.

(3) આઉટસોર્સ કર્મચારીઓ પાસે સરકારી કામગીરી સરકારી ધારા ધોરણ મુજબ કરાવવામાં આવે છે, પરંતુ સમાન કામ મુજબ આઉટસોર્સ કર્મચારીઓને વેતન ચુકવવામાં આવતુ નથી. સમાન કામ સમાન વેતન ચુકવવામાં આવે તેવી અમારી અપેક્ષા છે.

(૪) આઉટસોર્સ કર્મચારીઓના છેલ્લા ઘણા વર્ષોથી પગાર ધોરણમાં કોઈ વધારો જોવા મળેલ નથી. તેમજઆઉટસોર્સ કર્મચારીઓને કોઈ અન્ય લાભ મળતો નથી.

(૫) સરકારની જુદી-જુદી કામગીરીઓમાં રાત – દિવસ તેમજ જાહેર રજાઓના દિવસોએ પણ કામગીરી લેવામાં આવે છે. જેનું અલગથી કોઈ મહેનતાણું/ભથ્થુ ચુકવવામાં આવતું નથી.

(૬) આઉટસોંર્સ તમામ કર્મચારીઓ કોમ્પ્યુટર ઓપરેટર, પટ્ટાવા, ડ્રાઈવર તથા સફાઈ કર્મચારી વૉચમૅન તેમજ અન્ય કર્મચારીઓને સરકાર તરફથી કાયમી કરવા તથા સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો મળે તેવી અમારી અપેક્ષા છે.

 

 

Related posts

નવાગામ, માતૃ આશીષ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને રુ ૩,૪૨,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

જામનગરનું ગિરનારી મિત્ર મંડળ 18વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે, આજ મહાઆરતી

Gujarat Darshan Samachar

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઈ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़