Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

આઈ ટી આઈ જામનગર ખાતે કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ

આઈ ટી આઈ જામનગર ખાતે કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આજે ભારત દેશ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં જન્મ દિવસ હોય પૂરા ભારત માં બધી જ આઈ ટી આઈ માં પહેલી વાર “કૌશલ દિંક્ષાત સમારોહ” નું આયોજન થયું.

આજે વિશ્વકર્મા જયંતિ હોય જેના આધારે “શ્રમ એવ જયંતે” નાં સૂત્ર ને સફળ કરવા માટે જામનગર શહેર ની તમામ આઇ ટી આઈ જેવી કે આઈ ટી આઈ જામનગર, આઈ ટી આઈ મહિલા, ગુલાબનગર આઈ ટી આઈ અને સુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ ટી આઈ માં પાસ થયેલ તાલીમાર્થીઓ ભાઈઓ અને બહેનો ને સર્ટિફિકેટ આપી ને તેનું સન્માન કરી ભારત દેશ નાં “STRATUP INDIA” અને “SKILL INDIA” મિશન ને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી.આ કાર્યક્રમ માં જિલ્લા કલેકટર ઓફિસ માંથી પ્રાંત અધિકારી (ગ્રામ્ય) શ્રી ધાર્મિક ડોબરીયા સાહેબ, ભારત સરકારના આઈ ટી આઈ નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સ નાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપની નાં મેનેજિંગ ડાયરેકટર શ્રી રાજેશભાઈ ચાંગણી, આઈ ટી આઈ જામનગર નાં આચાર્ય શ્રી એમ એમ બોચિયા, મહિલા આઈ ટી આઈ નાં આચાર્ય શ્રી જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ ટી આઈ નાં આચાર્ય શ્રી ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને બધી જ આઈ ટી આઈ નાં બધા પાસ થયેલ આશરે ૫૦૦ તાલીમાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ હાજર રહેલા મહાનુભાવો એ આજના યુવાનો ને સ્કીલ ડેવલપમેન્ટ માં સહયોગ આપી પોતાની અંદર રહેલી સ્કીલ ને બહાર લાવી દેશ નાં પ્રગતિ માં ફાળો આપવા માટે આહવાન કર્યું હતું. આપણો દેશ યુવાન દેશ હોય અને આજ નાં યુવાનો વિવિધ કુટેવો અને મોબાઈલ ની લત માંથી બહાર આવી ને પોતે કરેલા વ્યવસાયિક કોર્ષ માં આગળ વધી ને મોટી કંપની માં નોકરી મેળવવા કરતાં નાની નાની કંપની માં જોબ મેળવવી ને પોતાની જિંદગી ની શરૂઆત કરશે તો તમે જીવન માં હમેશા સફળ થશો તેવી પ્રેરણા આપી હતી.

આઈ ટી આઈ નાં કોર્ષ કર્યાં પછી ઘણા બધા સ્કોપ ઉપલબ્ધ છે જેવા કે અપ્રેંતિશ ટ્રેનિંગ માં જોડાઈ શકી ને કંપનીમાં જોબ મેળવવી શકાય, ડિપ્લોમા માં જોડાઈ શકો તેમજ ધોરણ ૧૨ માં ની ફકત એક અંગ્રેજી વિષય ની પરીક્ષા આપી ને ધોરણ ૧૨ નું સમકક્ષ પ્રમાણપત્ર મેળવી ઉચ્ચતર અભ્યાસ કરી શકો છે. અંત માં મહાનુભાવો નાં વરદ હસ્તે સપ્ટેમ્બર ૨૦૨૨ પાસ થયેલ તાલીમાર્થી ભાઈઓ અને બહેનો ને સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવેલ

Related posts

કવિતા ગજરાની ગુજરાત પત્રકાર એકતા પરિષદના મહિલા વિંગમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક

દરેડ ફેસ-૨ માં થયેલ ચોરીનો ગણતરીની કલાક માં ભેદ ઉકેલી પાચ ઇસમોને બ્રાસના ઇનગોટ વજન ૪૬૦ કિલો કિ.રૂ. ૨,૧૮,૫૦૦/- તથા મોબાઇલ ફોન સાથે પકડી પાડતી જામનગર ક્રાઇમ બ્રાન્ચ

Gujarat Darshan Samachar

લાલપુર વેપારીઓ આગેવાનો તથા ભાજપ આગેવાનો દ્વારા લાલપુર PSI ડી, એસ, વાઢેર સાહેબની બદલી થતાં વિદાય

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़