Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઈ

રાજ્યના 590 જગ્યા પર 51 હજારથી પણ વધુ સ્થાનો પર વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ

જેમા ગુજરાત સરકારના યશસ્વી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે હાજરી આપી.  

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં તાલુકા, નગરપાલિકા અને મહાનગરના વોર્ડમાં વિવિધ થીમ પર સ્પર્ધા યોજાઈ. જેમાં જામનગર મહાનગર ખાતે વિવિધ વોર્ડ અને મહાનગર સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવી.

જેમાં રંગોળીના મુખ્ય વિષય આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ, સીએએ, સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક, વગેરે વિષયો ઉપર આયોજન થયું.

જામનગર મહાનગર ખાતે ૫૫૬ યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો.જેમાં જામનગર મહાનગર ખાતે સૌથી મોટી ૨૮×૧૪ ફૂટની રંગોલી બનાવવામાં આવી. આ કાર્યક્રમમાં સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન સંયોજકશ્રી દિલીપભાઈ ગઢવી તેમજ મહાનગર સંયોજક હિતેનભાઈ બાંભણીયા દ્વારા આયોજન પરિપૂર્ણ થયું. આ કાર્યક્રમમાં ભાજપ શહેર મહામંત્રીશ્રી પ્રકાશભાઈ બાંભણીયા, ભાજપ શહેર મહામંત્રીશ્રી મેરામણભાઇ ભાટુ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ટ્રસ્ટીશ્રી પિયુષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

જામનગર જિલ્લાના હરિપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી.પ્રોજેક્ટની વિશેષતાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

Gujarat Darshan Samachar

સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોંગસ્ટ યુથના સહયોગથી મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન

Gujarat Darshan Samachar

જામનગરની ફાયર શાખા દ્વારા સ્કૂલ અને હોટલમાં ફાયર સેફટીના સાધનોની માહિતી અપાય

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़