આજે વાંકાનેર ખાતે માનનીય વડાપ્રધાન નારેદ્રભાઈ મોદીજી ના ૭૨ માં જન્મ દિવસ નિમિત્તે વાંકાનેરના નામદાર મહારાજા કેસરીદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પ નું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બ્લડ ડોનેટનો કર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવાણું બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જે બ્લડ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાત મંદ દર્દીઓને ઉપયોગી થાય તેવા પ્રયાસના ભાગ રૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ તકે નામદાર મહારાજા કેસરીદેવસિંહજી , પ્રાંત અધિકારી શ્રી એ.એસ.સીરેસીયા સાહેબ, સીડીએસઓ કતિરા સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ભાજપ હોદેદારો, શહેર ભાજપના તમામ મોરચા ના હોદેદારો, શહેર તેમજ તાલુકા ના યુવા ભાજપ ના હોદેદારો અને વાંકાનેટ સરકારી હોસ્પિટલ સ્ટાફ ની સેવા અને રક્ત દાતાશ્રીઓ દ્વારા રક્ત દાન થકી ૯૯ બોટલ બ્લડ એકત્રિત કરીને ઉત્તમ ઉદારણ પુરૂ પાડવામાં આવ્યું છે