Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર : સીટી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ છાસીયા દ્વારા લેવામાં આવ્યો..

વેલકમ કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર સીટી પોલીસ મથક વાંકાનેર નો ચાર્જ સંભાળતા આવકાર સાથે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીશ સ્ટાફ તરફથી શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા 

હાલ લીવ રિઝર્વમાથી આવતા કે.એમ છાસિયા સામે અનેક પડકારો, જો વાત કરીતો 2010માં અમદાવાદ સીટી સાબરમતી પોલીસ મથકમાં ફરજ બજાવી ચુક્યા છે અને ત્યારબાદ ફરજના ભાગ રૂપે વિવિધ પોલીસ મથકોમાં પ્રજાના રક્ષક તરીકેની ફરજ નિભાવી 2019 માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન પ્રાપ્ત કરી વડોદરા ખાતે સીટી માંજલપૂર, છાણી, ગારવા, પોલીસ મથકોમાં ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે તેમની એક ટેલેન્ટડ અધિકારીમાં ગણના થઈ રહી છે

ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કે.એમ. છાસીયા સામે અનેક પડકારો છે, વાંકાનેરની પરિસ્થિતિની જો વાત કરીએ તો બેફામ બનેલા બૂટલેગરો અને વ્યાજખોરોનો વધતો જતો ત્રાસ જેના પડઘા હજી સમ્યા પણ નથી જે એક યુવાનની તિક્ષણ હથિયારોના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં અવ્યો, 27 લાખની અનડીટેક્ટ ચોરી, અનેક મકાનોમાંથી તથા દુકાનોમાંથી તાળા તોળી કરવામાં આવેલ ચોરીઓ તેમજ હાલમાં ઇકોગાડી, મોટર સાયકલ જેવી અનેક ચોરીઓ, બે ફામ ઈંગ્લીશ અને દેશી દારૂની બદી, નેસનાલ હાઇવે 27 ચોકડી પાસે મેંન હાઇવે પર ઇકો અને રિક્ષાના આડેધડ પાર્કિંગ, માર્કેટ ચોકમાં આડેધડ પાર્કિંગ, આખા શહેરની ટ્રાફિક સમસ્યા, તેમજ ગ્રીન ચોકથી સમગ્ર સ્ટેશન રોડને તો દબાણ કરી બાનમાં જ લઇ લેવામાં આવ્યો છે ત્યારે આ અનેક પડકારો સામે કે.એમ. છાસીયા પોતાની આગવી આવડતથી ક્યારે નિવારણ લાવશે તે જોવું રહ્યું કે પછી વાંકાનેરની આમ જનતાને હજુ પણ ભોગવવવનો વારો આવશે એતો આવતો સમયજ બતાવશે

Related posts

વાંકાનેરમાં બૂટલેગરોએ એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયારો વડે આશરે બારેક ઘા મારી રહેસી નાખ્યો…

Gujarat Darshan Samachar

થાનગઢ શહેરમાં તથા થાનગઢના ગ્રામ્યવિસ્તારમાં લમ્પી રસી આપવામાં આવી

જામનગર તાલુકાના ધુતારપુર ગામે “ઝવેલર્સ દુકાન”તથા “કાપડની દુકાન”મા થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી ૩ (ત્રણ) ઇસમોને પકડી પાડતી- એલ.સી.બી.-જામનગર

Leave a Comment

टॉप न्यूज़