જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબની ડેપ્યુટી કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ની સૂચના અનુસાર શહેરની ફાયર સિસ્ટમ ધરાવતી શાળા અને હોટલોમાં ફાયર સિસ્ટમ અંગેની ફાયર શાખાના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.
જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા સ્કૂલ અને હોટલોના સ્ટાફને ફાયરના સાધનો વિશેની ફાયર શાખાના કર્મચારીઓએ ટ્રેનિંગ આપી હતી. જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા વિસ્તારો ની શાળાઓ માં ફાયર સિસ્ટમ ફીટીંગ કરેલ હોય તેવી સ્કૂલ ના ટીચિંગ – નોન ટીચિંગ સ્ટાફ અને હોટલના કર્મચારીઓને જામનગર મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા ફાયર સેફટી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી .
ગુજરાત રાજ્ય ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે. બિશ્નોય સાહેબના માર્ગદર્શન મુજબ ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમ નો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે તે સહિતની બાબતો વિશે જામ્યુકો ની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી, તેમજ ફાયર સેફ્ટીના સાધનો શહેરની શાળાઓ અને હોટલોમાં ચાલુ કન્ડિશનમાં છે તે સહિતની જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી માન. કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ , ડાયરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ અને જામનગરના ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે. બિશ્નોઇ સાહેબ ના માર્ગદર્શન મુજબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી સી. એસ. પંડિયન સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.