Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગરમાં આઉટસોર્સિંગ કર્મચારી અવાજ દબાવ્યો, ઉચ્ચ અધિકારીઓએ મજબૂરીનો લાભ ઉઠાવ્યો

 

જામનગરમાં થોડા દિવસ પહેલા જ આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે આવેદન પત્ર આપ્યું હતું જેમાં ૬ જેટલી માંગણીઓ સાથે સમાન વેતન સમાન અધિકાર મુદ્દે જિલ્લા કલેક્ટરશ્રી તથા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને રજૂઆત કરી હતી અને ચાર દિવસમાં માંગ ના સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ૨ દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજવાના હતા

પરંતુ જાણવા મળ્યું છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓ બે દિવસીય ધરણા પર જવાના હોય તેમની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને ડરાવવા માં આવ્યા છે કે જો તમે ધરણા પર જશો તો સંપૂર્ણ સ્ટાફ એજન્સીએ કહીને બદલી નાખીશું અને નવી ભરતી કરી લેશું. જેના અનુસંધાને આઉટસોર્સિંગ કર્મચારીઓને ઘર અને પરિવારની જવાબદારી સાથે પોતાના ખર્ચા કેમ પહોંચી વળવા અને બેરોજગારી અને પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને જીવનજરૂિયાતની વસ્તુઓમાં મોંઘવારી દર વધતા આઉટસોર્સિંગ કર્મચારીઓને આંદોલન ના કરવા મજબૂર બન્યા ટૂંકા પગારમાં અત્યારની પરિસ્થિતિ માં ઘર ચલાવું કોઈ રમત વતનથી અને એ ફાયદો ઉઠાવી ઉચ્ચ અધિકારીઓએ સ્ટાફ બદલવાનું હથિયાર ઉપાડ્યું

ગુજરાતમાં ભાજપ સરકાર સામે ૨૨ આંદોલનકારીઓએ મોરચો માંડયો છે 

૧. પૂર્વ સૈનિકોના સચિવાલયની સામે ધરણાં

૨. શિક્ષકોનું રાજ્યભરમાં ચાલતુ આંદોલન

૩. રાજ્ય કર્મચારી મહામંડળનો મોરચો ચાલુ

૪. હડતાલ વચ્ચે VCE કર્મીઓ દ્વારા ઘેરાવો

૫. આંગણવાડી બહેનો રાજ્યભરમાં રેલીઓ

૬. વનરક્ષક- વનપાલો સત્યાગ્રહ છાવણીમાં

૭. સેન્ટ્રલ વિસ્ટામાં કિસાન સંઘનો મોરચો

૮. LRD વેઈટિંગના ઉમેદવારોનું આંદોલન

૯. ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મી સચિવાલય સામે

૧૦. ગૌચર મુદ્દે માલધારીઓનું આંદોલન

૧૧. પડતર પ્રશ્નો ઉકેલાવા વર્ગ ૩-૪ મેદાને

૧૨. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ

૧૩. કરાર આધારિત કર્મીઓનો મોરચો ખુલ્યો

૧૪. પંચાયતના હેલ્થ વર્કરો સેન્ટ્રલ વિસ્ટામાં

૧૫. OPDના સમય મુદ્દે ડોક્ટરોનું આંદોલન

૧૬. વિદ્યાસહાયકની ભરતી કરવા રેલીઓ

૧૭. પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓ મેદાને છે

૧૮. ST બસના કર્મચારીઓનું આંદોલન

૧૯. હોમગાર્ડ, GISF પગાર વધારા મુદ્દે

૨૦. આઉટસોર્સિગ કર્મીઓનું આંદોલન

૨૧. મશીન મંગલમ, મનરેગા કર્મચારીઓ

૨૨. ગ્રામ સેવકની ભરતીમાં ડખો યથાવત

જેવા આંદોલનો ચાલી રહયા છે તેમથી આઉટસોર્સિંગ કર્મચારીઓને ની મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે બાકી ઘણા આંદોલનો ની માંગણીઓ સ્વીકારવામાં આવેલ છે આંદોલન સમિતિ સાથે બેઠકો થઈ છે માંગણીઓ સાંભળવામાં આવી છે તેમના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચાઓ કરી છે પણ ફ્કત આઉટસોર્સિંગ કર્મચારીઓનો અવાજ દબાવી દીધી છે ખરી હકીકતમાં તો સમાન વેતન સમાન અધિકાર ના હકદાર છે

Related posts

જામનગર ગોકુલનગર ખાતે આગનું છમકલું, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે, ૬૦ હજારનું નુક્શાન

વાંકાનેર નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી. મામલો ટોક ઓફ ધ ટાઉન…

તંત્રની ૪ ટીમ દ્વારા કામગીરી થઈ છે છતાંય મુખ્યમાર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે રખડતાં ઢોર નો અડીંગો,

Leave a Comment

टॉप न्यूज़