પિંક ફાઉન્ડેશન જામનગર ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શેતલબેન શેઠ દ્વારા શક્તિ શક્તિ મહોત્સવનું એક દિવસીય વેલ કમ નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં પિંક ફાઉન્ડેશન ના સભ્યોને વિનામૂલ્ય ગરબાના તાલે માતાજીની આરાધના કરવાનો અવસર પિંક ફાઉન્ડેશનની મહિલા શક્તિઓને મળેલ હતો
સૌપ્રથમ દીપ પ્રાગટય અને માતાજીની આરાધના થી શક્તિ મહોત્સવ રાસ ગરબાની શરૂઆત કરી હતીજે, માં નિષ્પક્ષ નિર્ણાયકો તારીખે અંકિતાબેન વોરા, ભાવિષાબેન પુરોહિત, નિશાબેન ગીસરાણી, કોશાબેન ગાંધી રહ્યા હતા
આ તકે જામનગર તથા દેવભૂમિ દ્વારકાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થીત રહ્યા હતા અને પિંક ફાઉન્ડેશન ના સભ્ય અને મેનેજીંગ ટ્રસ્ટી સાથે ગરબા રમવાનો આનંદ માણ્યો હતો
નિર્ણાયકો દ્વારા સારુ રમતાં ખેલૈયાઓ ને પસંદ કરવામાં આવેલ હતા વિજેતા બનેલ પિંક ફાઉન્ડેશન ના ખેલૈયાઓ ને પ્રોત્સાહિત ઇનામોની વણજાર આપી હતી મોટી સંખ્યામાં રાસગરબાનો આનંદ માણ્યો અને નવરાત્રિના વધામણાં કરવામાં આવેલ હતા હજારોની સંખ્યામાં લોકો નિહાળવા માટે ઉમટ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પિંક ફાઉન્ડેશનની સમગ્ર ટીમ રાત દિવસ મહેનત કરવામાં આવી હતી અને પિંક ફાઉન્ડેશન ના સૂત્ર સરળ છું, સાહસિક છું, શક્તિશાળી છું, સ્ત્રી છું ને સાર્થક સાબિત કર્યું હતું.