Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર તાલુકાના મોટીબાણુગર ગામે વેપારીના કારખાનામાં થયેલ લૂંટનો ભેદ ગણતરી ના કલાકોમા ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.-જામનગર

એલ.સી.બી. સ્ટાફના ફીરોજભાઇ ખેંકી, દોલતસિહ જાડેજા, યશપાલસિહ જાડેજા તથા હરદિપભાઇ ધાધલ ને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ કે, આ લૂંટના ગુનામાં સદામ કાસમભાઇ પઠાણ, હમીદ હુશેનભાઇ ખત્રી તથા અખ્તર ઇસ્માઇલ વાઘેર રહે ત્રણેય જામનગર વાળા સંડોવાયેલ છે.જે ત્રણેય ઇસમો જાબુડા ગામના પાટીયા તરફથી અલીયબાડા ગામ તરફ આવી રહેલ હોવાની હકિકત આધારે અલીયા તથા બાડા ગામે આવેલ નદીના પૂલ પાસે રોડ ઉપર થી વોચ કરી, ત્રણેય ઇસમોને પકડી પાડી,મજકુર વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સશ્રી.સી.એમ.કાટેલીયા નાઓએ કાયદેસર કાર્યવાહી કરી,હસ્તગત કરી જામ જામનગર પંચ એ ડીવી પો.સ્ટે નાઓને સોપીઆપવામાં આવેલ છે.

પકડાયેલ- આરોપીઓ

૧) સદામભાઇ કાસમભાઇ પઠાણ

૨) હમીદભાઇ હુશેનભાઇ ગુમરા ખત્રી

૩) અખ્તર ઇસ્માઇલ કમોરા વાઘેર

 

– રીકવર મુદામાલ –

૧) રોકડ રૂપીયા ૧૩,૫૦૦/

૨) સ્પ્લેન્ડર મો.સા તથા મો.ફોન-૦૨ જે કિ.રૂ.૨૫,૦૦૦/

 

એલ.સી.બી દ્વારા સદરહુ લૂંટનો બનાવ ગણતરી કલાકોમા ઉકેલી ત્રણ આરોપીને પકડી પાડેલ છે. આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ શ્રી કે જે ભોયે નાઓ તથા પો.સબ ઇન્સશ્રી આર.બી.ગોજીયા તથા શ્રી સી.એમ.કાટેલીયા તથા શ્રી એ.બી.ગંધા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી સ્ટાફ ના સંજયસિંહ વાળા, માડણભાઇ વસરા,હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેનભાઇ વરણવા,દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા,ફીરોજભાઇ ખફી,શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા ધાનાભાઇમોરી નિર્મળસિંહ એસ.જાડેજા,ધનશ્યામભાઇ ડેરવાડીયા યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયર્સિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે જાડેજા , બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,ડ્રાયવર- ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે

Related posts

જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૧૦૩૬ વિઘ્નાહર્તા દેવને મૂર્તિઓ વિસર્જિત કરાઈ, કુંડ-૧માં ૧૭૧ જ્યારે કુંડ -૨ માં ૫૮ સહિત કુલ ૨૨૯ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કરાયું

Gujarat Darshan Samachar

જામપાના કમિશનરના માર્ગદર્શન મુજબ સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી

જામ્યુકોની ઘોર બેદરકારી ગાયને પકડવામાં શીંગ ભાગી નાખતા લોહિ લોહાણા, ભરવાડ સમાજ રોષમાં

Leave a Comment

टॉप न्यूज़