જામનગર તા.૦૪ ઓકટોબર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જામનગર જિલ્લાની આગામી સંભવિત મુલાકાત અન્વયે જિલ્લાના પ્રભારી સચિવ તથા રાજ્યના લેબર કમિશનર શ્રી અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વડાપ્રધાનશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ મંડપ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, રૂટ પ્લાનિંગ, પરિવહન વ્યવસ્થા, પીવાના પાણીની તથા ટોયલેટ બ્લોકની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન વગેરે બાબતે સમીક્ષા કરી લગત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહીર પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત સહિતના સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.