વીરેન્દ્ર ઉર્ફે રવિ નામના ટીઆરબી જવાનની દાદાગીરી વારંવાર સામે આવી રહી હોવા છતાં તેમના ઉપર કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા આ ટીઆરબી ના જવાનને છાવરવા પાછળનું કારણ શું??? હોય શકે
જો વિસ્તારથી વાત કરીએતો વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ચોકમાં ફરજ બજાવતો વીરેન્દ્ર ઉર્ફે રવિ નામનો ટીઆરબીનો જવાન નીતિ નિયમો નેવે મૂકી પોતાની ઘરની ધોરાજી ચલાવતો હોવાની અનેક મળેલી ફરિયાદોને ધ્યાને લઇને ગુજરાત દર્શન સમાચાર દ્વારા પુરાવા સાથે વિડિયો સમાચાર પ્રશારીત કરવામાં આવ્યા એને હજુ થોડાક જ દિવસ થયા છે ત્યાં આજે ફરી પાછી તેની દાદાગીરી જોવા મળી હતી જેની ફરિયા સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ છાસીયા સાહેબને કરવામાં આવી હોવા છતાં પણ પોઇન્ટ ફેરવીને બીજી જગ્યાએ મૂકવાનું આશ્વાસન આપવામાં આવે છે જેની સીધો મતલબ કે ટીઆરબી કે જીઆરડીના જવાનો ગમે તે કરે એમના ઉપર કોઈ પગલાં લેવામાં નહિ આવે તો શું ! હવે વાંકાનેરમાં ટીઆરબી જવાનની ખૂલી દાદાગીરી ચાલશે જનતાને ખુલ્લેઆમ પરેશાન કરવામાં આવશે વાંકાનેરની જનતાને પણ જાણ છે કે આ જવાનો કેવી ફરજ બજાવે છે જ્યાં સુધી યોગ્ય પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી અમે દરરોજ અલગ અલગ વિસ્તાર બતાવશું કે વાંકાનેરની કયદો વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે